સિડની : જાણીતી ટેકનોલોજી કંપની એપલ સાથે કામ કરનાર એક સ્કૂલના બાળકે કંપનીની કોમ્પ્યૂટર સિસ્ટમ હેક કરવામાં સફળતા મેળવી છે. જોકે કંપનીનું કહેવું છે કે ગ્રાહકોના ડેટા સાથે કોઈ છેતરપિંડી નથી થઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિક્ટોરિયાની બાળ અદાલતને માહિતી આપવામાં આવી છે કે કિશોરે એપલની મોટી અને શક્તિશાળી ગણાતી કોમ્પ્યૂટર સિસ્ટમમાં પોતાના મેલબર્ન ખાતેના ઘરમાંથી હેકિંગ કર્યું હતું. આ હેકિંગ પછી તેણે 90 જીબીની સિક્યોર ફાઇલને ડાઉનલોડ પણ કરી હતી. 


'ધ એજ' દ્વારા માહિતી આપવામાં આવી છે કે આ કિશોરની વય 16 વર્ષ છે અને તેણે એક વર્ષમાં અનેકવાર સિસ્ટમ હેક કરી છે. આ કિશોર એપલનો પ્રશંસક હતો અને કંપની સાથે કામ કરવા ઇચ્છતો હતો. એપલે આ મામલામાં સત્તાવાર નિવેદન કરતા કહ્યું છે કે તેમની ટીમે અનધિકૃત હેકિંગ કરનાર વ્યક્તિની ઓળખ મેળવી છે. પોલીસે આ કિશોરના ઘર પર રેઇડ કરી હતી અને ત્યાંથી હેક થયેલી ફાઇલ મળી આવી હતી. આ કિશોરે ગુનો કબુલ કરી લીધો છે અને એના પર બહુ જલ્દી ચૂકાદો આવી જશે. 


બિઝનેસના લગતા સમાચાર જાણવા કરો ક્લિક...